Posts

Showing posts with the label લોકશાહી

લોકશાહીનું પર્વ કે સત્તાનો વ્યાપાર? બદલાતા ચૂંટણી મૂલ્યોનું કડવું સત્ય

લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી! લોકશાહીમાં જનતાને એ સત્તા આપવામાં આવી છે કે તેઓ પોતાનો પ્રતિનિધિ જાતે નક્કી કરે, જે તેમની સમસ્યાઓનું યોગ્ય નિવારણ લાવે અને તેમના પ્રશ્નોને સમજે. પરંતુ અફસોસની વાત એ છે કે આજે લોકોને પોતાની સમસ્યાઓ કરતાં 'પાર્ટી' અને 'પક્ષ'માં વધુ રસ છે. કોઈને પૂછો તો કહેશે, "અમે તો આ જ પાર્ટીને વોટ આપીશું." લોકો ઉમેદવારની લાયકાત કરતા પક્ષના પ્રતીકને વધુ મહત્વ આપે છે. ​કદાચ એટલે જ ગ્રીક દાર્શનિક પ્લેટો (Plato) એ કહ્યું હતું કે, "લોકશાહી એ મૂર્ખાઓનું શાસન બની શકે છે." તેમણે એક સુંદર ઉદાહરણ આપ્યું હતું કે, લોકો જહાજ ચલાવવા માટે કોઈ અનુભવી કપ્તાનને નથી પસંદ કરતા, પણ એને પસંદ કરે છે જે તેમને 'ફ્રી બ્રેડ' (મફતની લાલચ) આપે છે. ​તાજેતરમાં જ અમારા વિસ્તારમાં તાલુકા અને જિલ્લા પંચાયતનું પરિણામ જાહેર થયું. ક્યાંક કોંગ્રેસ તો ક્યાંક ભાજપનો વિજય થયો. હાર-જીત તો રમતનો એક ભાગ છે, પરંતુ ચિંતાજનક બાબત એ છે કે આજકાલના યુવાનો સોશિયલ મીડિયા પર એવી રીતે સ્ટેટસ મૂકે છે જાણે સામે પક્ષના લોકોને સીધી ધમકી આપી રહ્યા હોય! ચૂંટણીના વેરમાં ભાઈ-ભાઈનો દુશ્મન...